અંજાર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોમિત્રોને જણાવવાનું કે આપની સ્કૂલમાં થતી નવિન પ્રવૃતિઓ અમને અહિં મૂકવા માટે kavirajni@yahoo.com પર મોકલાવો..

Wednesday 11 February 2015

અંજાર નગર પ્રા.શાળા નં-૧૭ ની પ્રવૃતિ

અંજાર ક્લસ્ટર-૧૧ અંતર્ગતની અંજાર નગર પ્રા.શાળા નં-૧૭ માં વિદ્યાર્થીઓએ સુરક્ષા સેતુ રથ નિહાળ્યો..ગુજરાત સરકાર દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે એ અંતર્ગત કચ્છમાં આવેલા સુરક્ષા સેતુ રથનું અંજાર નગર પાલિકાની શાળા નંબર-૧૭ માં આગમન થયેલ અને વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો વિડીયો દ્વારા નિહાળેલ તથા પોલીસની કામગીરીથી વાકેફ થયા.








આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓની સુરક્ષા અને તેમનામાં શિક્ષણની જાગૃતિ,છેતરપિંડી,છેડછાડ,સિનિયર સિટિજનની સુરક્ષા,સરકારના ફ્રી હેલ્પ લાઇન નંબરની માહિતી આપવામાં આવી હતી..સાથે સાથે બાળકોને પુસ્તિકા અને પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવેલ.શાળાના આચાર્યશ્રી મેહુલભાઇ દવે એ પોલીસ વિભાગનો આભાર માન્યો હતો..જેની કેટલીક લાક્ષણિક તસ્વીરો નીચે મુજબ છે...... 
નોધ :- અન્ય શાળાઓ પણ પોતાની નવિન પ્રવૃતિઓ kavirajni@yahoo.com પર મોકલાવશે તો અહિં સમાવવામાં આવશે..