અંજાર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોમિત્રોને જણાવવાનું કે આપની સ્કૂલમાં થતી નવિન પ્રવૃતિઓ અમને અહિં મૂકવા માટે kavirajni@yahoo.com પર મોકલાવો..

અંજાર વિશે

અંજાર તાલુકા વિશે માહિતી :-

અંજાર ભારતના ગુજરાત રાજ્યનું નાનું શહેર તેમજ તાલુકા મથક છે.કચ્છના અખાતથી લગભગ ૧૫ કી.મી. અંતરે આવેલું છે. નજીકમાં પાણી ના સ્રોત ન હોવાને કારણે અંજાર ભૂમીગત સીંચાઈ પર નિર્ભર છે. આ બાર તેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિ.સ. ૧૬૦૨ના માગશર વદ આઠમ-રવીવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી. આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાપના પહેલાના સમયમાં આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો. અજેપાળના નામ પરથી આ વિસ્તાનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે. એક મત એવો પણ છે કે સુકાભઠ્ઠ કચ્છમાં અંજારની ફરતે ભૂગર્ભમાં અખૂટ જળ ભંડાર હતો. વાડીઓમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં પેદાશ થતી. આ શહેર અનાજનું વેપાર કેન્દ્ર ગણાતું. અન્નની મોટી બજાર હતી. તેના પરથી 'અન્નબજાર' થયું અને કાળક્રમે તે અંજાર તરીકે ઓળખાવા લાગ્યું.
૧૯૦૧માં અંજારની વસ્તી ૧૮,૦૧૪ હતી. ૧૮૧૬માં અંજાર જિલ્લો તથા શહેર બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું પરંતુ, ૧૮૨૨માં વાર્ષીક કરવેરા મારફતે ફરીથી કચ્છ રાજ્ય હસ્તક આવ્યું. ૧૮૩૨માં બ્રિટિશરોને કરવેરા ભરપાઇ કરી ન શકવાના કારણે, અંજાર ફરીથી બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું.
અધ્યતન ઇતિહાસનો ૧૮૧૯માં અંજારમાં જબરદસ્ત ધરતીકંપ નોંઘાયેલ હતો જેમાં મકાનો તથા જાનમાલની ઘણી ખૂવારી થઇ હતી. ૨૧ જૂલાઈ ૧૯૫૬ અને આ સદીમાં આવેલા ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં પણ અંજાર અસરગ્રસ્ત થયું હતું.

જોવા લાયક સ્થળો

  • અહીં જેસલ - તોરલની પ્રસિદ્ધ સમાધિ આવેલી છે. આ સમાધિ લગભગ એક ફૂટના અંતરે છે. લોકો માને છે આ સમધિઓ એક બીજાની નજીક આવે રહી છે. જ્યારે આ સમાધિઓ જોડાઈ જશે તે દિવસે મહા પ્રલય આવશે. જેસલ જાડેજા-રાજવી કૂળમાં જન્મેલો એક કૂખ્યાત બહારવટીયો હતો. તેની ભારે રંઝાડ હતી. તે મહાસતિ તોરલના સંપર્કમાં આવ્યો અને તેના જીવનનું પરિવર્તન થઇ ગયું. 'પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે, તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે, એમ તોરલ કહે છે જી..'એવા પ્રાચીન ગીતોમાં આ કથા આજે પણ લોકમુખે સચવાયેલી છે.
  • અહીં એક અજેપાળ મંદિર આવેલું છે. તેઓએ શહિદી વહોરી હતી. તેન પરથી જ આ શહેરનું નામ અંજાર પડ્યાંનું કહેવાય છે.         આ શહેર તેના સૂડી અને ચાકુ માટે પ્રસિદ્ધ છે.