અંજાર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોમિત્રોને જણાવવાનું કે આપની સ્કૂલમાં થતી નવિન પ્રવૃતિઓ અમને અહિં મૂકવા માટે kavirajni@yahoo.com પર મોકલાવો..

Friday 13 February 2015

સી.આર.સી.અંજાર-૧૧ ક્લસ્ટરની ક્વિઝ સ્પર્ધા

અંજાર-૧૧ ક્લસ્ટરની શાળાઓની ક્વિઝ સ્પર્ધા યોજાઇ
તારીખ ૧૧ ફેબ્રુઆરીના રોજ  અંજાર-૧૧ ક્લસ્ટરની ધોરણ ૧ થી ૮ ની શાળાઓની ‘કૌન બનેગા જ્ઞાનપતિ’  ક્વિઝ સ્પર્ધાનું આયોજન શાળા નં-૧૪ માં કરવામાં આવ્યુ હતું.
અંજાર-૧૧ ક્લસ્ટરની પાંચ શાળાઓમાંથી ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો.ક્વિઝ સ્પર્ધામાં કુલ ત્રણ રાઉન્ડ હતા જેમાં પ્રથમ બે રાઉન્ડ સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ સંદર્ભે અને છેલ્લો રાઉન્ડ ધોરણ આઠ ના  અભ્યાસક્રમને લગતો હતો.

ક્વિઝ સ્પર્ધાનું સંચાલન સી.આર.સી.કો.ઓ. રજનીકાન્ત પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું.આ ક્વિઝ સ્પર્ધામાં શાળા નં-૩ વિજેતા અને શાળા નં-૧૪ રનર્સ અપ રહી હતી.ભાગ લેનાર તમામ બાળકોને ઇનામો અને પ્રમાણપત્રો આચાર્યા જલ્પાબેન ગોહિલના હસ્તે આપવામાં આવ્યાં હતાં.ક્વિઝ સ્પર્ધાના અંતે તમામ બાળકો અને શિક્ષકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.