અંજાર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોમિત્રોને જણાવવાનું કે આપની સ્કૂલમાં થતી નવિન પ્રવૃતિઓ અમને અહિં મૂકવા માટે kavirajni@yahoo.com પર મોકલાવો..

કચ્છ જિલ્લા વિશે

કચ્છ જિલ્લા વિશે માહિતી

કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૧૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો પ્રથમ ક્રમનો વિસ્તારની દ્રષ્ટિ સૌથીએ મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ખડીર પ્રદેશમાં આવેલ છે.
કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છનેકાઠીયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૪પ,૬પર ચો.કી.મી. છે. જે પૈકી ૩૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ ૧૦ તાલુકા, ૧૦ શહેરો અને ૯૫૦ ગામડા છે.

કચ્છમાં આવેલા તાલુકાઓની યાદી નીચે મુજબ છે.
અબડાસાનખત્રાણાભચાઉ
અંજારગાંધીધામમાંડવી
મુન્દ્રારાપરલખપત
ભુજ
કચ્છમાં કચ્છી તથા ગુજરાતી ભાષાઓ બોલાય છે.
મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાજાએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલિન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લોબન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાંચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાંઅધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું એક મહત્વનું બંદર છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છનો પહેલો ધરતીકંપ નોંધાયો છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો.
કચ્છ રાજ્યનું પ્રતિક ૧૮૯૩માં
કચ્છના જિલ્લા મથક ભુજથી ઘણાં સમૃદ્ધ એવા જીવાવરણો અને અભયારણ્યો તરફ જઈ શકાય છે. જેમ કે ઘુડખર અભયારણ્યકચ્છ રણ અભયારણ્યકચ્છ ઘોરાડ અભયારણ્યનારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, બન્ની ઘાસભૂમિ આરક્ષિત ક્ષેત્ર અને છારીઢંઢ કળણ સંવર્ધન આરક્ષિત ક્ષેત્ર.
ક્રમસ્થળનું નામવર્ણન
માતાના મઢતીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર
કોટેશ્વરતીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર
નારાયણ સરોવરતીર્થસ્થાન, પૌરાણીક મહત્વ ધરાવતું સરોવર
હાજીપીરધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ
જેસલ-તોરલ સમાધિઅંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ
છતરડીભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય
લાખા ફૂલાણીની છતરડીકેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી
સૂર્યમંદિરકોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય
પુંઅરો ગઢનખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્ય
૧૦લખપતનો કિલ્લોશિલ્પ સ્થાપત્ય
૧૧કંથકોટનો કિલ્લોશિલ્પ સ્થાપત્ય
૧૨તેરાનો કિલ્લોશિલ્પ સ્થાપત્ય
૧૩મણીયારો ગણશિલ્પ સ્થાપત્ય
૧૪ધોળાવીરાહડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું પ્રાચીન નગર, પુરાતત્વ
૧૫કંથકોટપુરાતત્વ
૧૬અંધૌપુરાતત્વ
૧૭આયનામહેલરાજમહેલ-ભુજ
૧૮પ્રાગમહેલરાજમહેલ-ભુજ
૧૯વિજયવિલાસ પૅલેસરાજમહેલ-માંડવી
૨૦વાંઢાયતીર્થધામ
૨૧ધ્રંગતીર્થધામ, મેરણદાદાનું મંદિર
૨૨રવેચીમાનું મંદિરતીર્થધામ
૨૩પીંગલેશ્વર મહાદેવપર્યટન સ્થળ, દરિયાકાંઠો
૨૪યક્ષ બૌતેરા (મોટા યક્ષ)ધાર્મિક સ્થળ
૨૫યક્ષ બૌતેરા (નાના યક્ષ)ધાર્મિક સ્થળ
૨૬પુંઅરેશ્વર મહાદેવપર્યટન, ધાર્મિક સ્થળ
૨૭બિલેશ્વર મહાદેવપર્યટન, ધાર્મિક સ્થળ
૨૮ધોંસાપર્યટન, ધાર્મિક સ્થળ
૨૯કાળો ડુંગરધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર
૩૦ધીણોધરધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય
૩૧ઝારાનો ડુંગરઐતિહાસિક ડુંગર
૩૨મોટું રણસફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર
૩૩નાનું રણરણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન
૩૪ભદ્રેશ્વરજૈનોનું તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ
૩૫બૌતેર જિનાલય-કોડાયજૈનોનું તિર્થધામ
૩૬કંડલામહા બંદર (પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક)
૩૭માંડવીબંદર, પર્યટન, દરિયાકાંઠો, બીચ
૩૮જખૌબંદર
૩૯મુન્દ્રાબંદર
૪૦અંબેધામ-ગોધરા (તા.માંડવી)તીર્થસ્થળ
૪૧મતિયાદેવ-ગુડથરધાર્મિક સ્થળ
૪૨ચંદરવો ડુંગરધાર્મિક સ્થળ
૪૩સચ્ચીદાનંદ મંદિર-અંજારધાર્મિક સ્થળ
૪૪લુણીવારા લુણંગદેવધાર્મિક સ્થળ
૪૫બગથડા યાત્રાધામધાર્મિક સ્થળ
૪૬ખેતલબાપાની છતરડીધાર્મિક સ્થળ
૪૭ભિખુ ઋષિ-લાખાણી ડુંગરધાર્મિક સ્થળ
૪૮એકલમાતારણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય
૪૯નનામો ડુંગરઐતિહાસિક ડુંગર
૫૦રોહાનો કિલ્લોઐતિહાસિક કિલ્લો
૫૧લાખાજી છતેડી--
૫૨મોટી રુદ્રાણી જાગીરધાર્મિક સ્થળ
૫૩રુદ્રમાતા ડેમપ્રાકૃતિક સૌદર્ય
૫૪છારીઢંઢપ્રાકૃતિક પક્ષી સૌદર્ય
૫૫રાજબાઇ માતાધામ-ગોરાસર, ગાગોદર (રાપર)ધાર્મિક સ્થળ
૫૬ત્રિકમ સાહેબ મંદિર/આશ્રમ, સિંહટેકરી, કોટડા (જ)ધાર્મિક સ્થળ
૫૭ત્રિકમ સહેબ મંદિર/આશ્રમ, ચિત્રોડધાર્મિક સ્થળ
૫૮કચ્છ મ્યૂઝિયમભુજમાં આવેલું કચ્છનું પ્રસિદ્ધ સંગ્રહાલય
૫૯વિથૉણખેતાબાપા મંદિર/ધાર્મિક, પર્યટન સ્થળ
૬૦નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ‍‍‍(ભુજ)ધાર્મિક સ્થળ
કચ્છ જિલ્લો વિવિધ પ્રકારની કુદરતી સંપતિ ધરાવે છે. જેમાં લિગ્નાઇટ, બોકસાઇટચુનો, બેન્ટોનાઇટ, જીપ્સમ જેવી ખનીજ સંપતિ, દરીયાઇ સંપતિ, પશુપાલન સંપતિ, ખેતીવાડી સંપતિ, ઇત્યાદીની સમાવેશ થાય છે. જિલ્લામાં ખનીજ સંપતિ વિપુલ જથ્થામાં ઉપલબ્ધ છે. જે ઔધોગિક દ્રષ્ટિએ જિલ્લાનું મુખ્ય જમા પાસુ છે. નવી ઔદ્યોગિક નીતિમાં મધ્યમ અને મોટા કદના એકમો અન્ય નવા પ્રતિષ્ઠિીત અને પ્રથમ સ્થપાતા ઉદ્યોગો તથા ઇેકટ્રોનિકસ ઉદ્યોગો અંગેની નવી યોજનાઓ તથા અન્ય સવલનો અને લાભો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કચ્છમાં મુખ્યત્વે મીઠા ઉદ્યોગ સૌથી મોટો છે. રાજ્યનું ૭૦% મીઠું કચ્છમાં પાકે છે અને તેની નિકાસ કરવામાં આવે છે. ગાંધીધામ, કંડલા વગેરે શહેરોમાં શિપિંગ ઉદ્યોગ વિકસ્યો છે. ગાંધીધામમાં ઉદ્યોગો માટે ફ્રીટ્રેડ ઝોન આવેલો છે, જે કંડલા ફ્રીટ્રેડ ઝોન તરીકે પણ ઓળખાય છે. બંદરોના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ વિકસ્યો છે. ઉપરાંત કચ્છમાં લિગ્નાઇટ વગેરે ખાણો આવેલી હોવાથી પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પોષણ મળે છે. બન્ની વિસ્તારમાં પશુપાલન ઉદ્યોગ મુખ્ય છે. બન્ની નસલની ભેંસને સરકાર દ્વારા માન્યતા મળી છે. ઉપરાંત ખેતી, પ્રવાસન વગેરે ઉદ્યોગો પણ કચ્છમાં વિકસ્યા છે.

ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે. જે પૈકી ૩૬૦ કી.મી.નો દરીયા કિનારો જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.
જિલ્લાના નાના મોટા કુલ્લ - ૪ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, અને કંડલા છે. તેમાં જિલ્લામાં આવેલુ કંડલા ગુજરાત રાજયનું એક માત્ર મોટુ બંદર છે. આ પીઠ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સંકળાવવામાં આવેલ છે. માંડવીમાં જહાજો વાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજો ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી બાંધવાનું કામ શરુ થયુ છે

કચ્છ જિલ્લામાં તા.૩૧-૩-૯૯ની સ્થિતિએ કુલ પ૮૦૬ કી.મી.ની લંબાઇ ધરાવતા પાકા રસ્તા છે. કચ્છ જિલ્લાના ૮૮૪ વસવાટી ગામો સામે પાકા રસ્તે જોડાયેલા ૮૪૭ ગામો તથા કાચા જોડાયેલા ૩૭ ગામો છે. રસ્તાઓ અંગેની નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, મુખ્ય માર્ગના વર્ગીકરણ સહીતની વિગતો નીચે મુજબ છે.
ક્રમરસ્તાઓલંબાઈ (કિમીમાં)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ૨૬૩
રાજ્ય ધોરીમાર્ગ૧૮૯૬
મુખ્ય જિલ્લા ધોરીમાર્ગ૮૪૯
અન્ય જિલ્લા ધોરીમાર્ગ૭૫૬
ગ્રામ્ય માર્ગ૨૦૪૨
કચ્છ જિલ્લામાં બ્રોડગેજ તેમજ મીટર ગેજ લાઇનો આવેલ છે. પાલનપુરથી ભુજ જતી મીટરગેજ રેલ્વેલાઇનના ર૬ર કીમી અને મુંબઇથી ભુજ થતી બ્રોડગેજલાઇનના ૧ર૩ કી.મી. કચ્છ જિલ્લામાં છે. કચ્છ જિલ્લામાં રપ મીટર ગેજ તથા પબ્રોડગેજના રેલ્વે સ્ટેશન આવેલ છે અને જિલ્લાના ૧૦ તાલુકામાથી પાંચ તાલુકા ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાને આવરી લે છે.
જિલ્લામાં ઔઘોગિક વસાહતા, રસ્તાઓ રેલ્વે વિમાનીસેવાઓ, બંદરોના વિકાસ વિજળી, પાણી તથા સંદેશાવ્યવહારની મહત્વની આંતરમાળખાકીય સેવાઓ ઉપલબ્ધ કરીને, વિકાસને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ છે.
છેલ્લા દાયકા દરમ્યાન મુન્દ્રા પાસે અદાણીપોર્ટનો ખૂબ જ વિકાસ થયો છે, એ જ રીતે લખપત તાલુકામાંથી સાંધી સિમેન્ટ પણ જિલ્લાનું મોટું ઔઘોગિક એકમ બનેલ છે. રાજય સરકારનું સાહસ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લીમીટેડ પણ મહત્વનું ઔઘોગિક એકમ છે. બંદરો અને ઉઘોગોના વિકાસ સાથે જિલ્લામાં વાહન વ્યવહારમાં ઉતરોતર વધારો થયેલછે.

જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે. જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે. મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે. ગુજારત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે. જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે. જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર,ગાંધીધામમુન્દ્રાભચાઉ અને રાપર તાલુકામાં સારા એવાપ્રમાણમાં થયો છે. જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે.

ર૬મી જાન્યુઆરી ર૦૦૧ના રોજ આવેલ વિનાશક ભુંકપની સૌથી વધારે ખરાબ અસર કચ્છ જિલ્લા પર થઇ હતી. ૬.૯ રિકટર સ્કેલના આ ભુંકપમાં જિલ્લામાં મોટા પ્રમાણમાં જાનહાની અને સંપતિને નુકસાન થયુ હતું. જિલ્લાના ભુજભચાઉઅંજારગાંધીધામ અને રાપર તાલુકાઓણાં વિશેષ નુકસાન થયુ. સમગ્ર જિલ્લાના ૯૪૯ ગામોમાંથી ૮૯૦ ગામો અસરગ્રસ્ત થયા હતા. કુલ થઈને ૧ર,રર૧ જેટલા માનવ મૃત્યુ થયા હતા. ૧૪૬૦૪૧ જેટલા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા. જયારે ર૭૮૦પર મકાનો અંશતઃ નાશ પામ્યા હતા, ભુંકપ બાદ તુરંત જ સરકાર અને સ્વૈચ્છિકસંસ્થાઓના સહયોગથી મોટા પ્રમાણમાં બચાવ રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પુનર્વસનની તબકકાવાર કામગીરી હાથ ધરાઈ, જેના પરીણામ સ્વરુપે જિલ્લામાં મોટા પ્રમાણમાં પુનઃનિર્માણ પણ થયુ અને સાથોસાથ જિલ્લાના પુર્નવસન અને વિકાસ માટે વિશેષ પ્રોત્સાહનની યોજનાઓ અમલમાં મુકાતા જિલ્લાના ઔઘોગિક વિકાસને બળ મળ્યું છે.

કચ્છ જિલ્લો
—  જિલ્લો  —

કચ્છ જિલ્લોનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ૨૩°૧૬′N ૬૯°૪૦′E
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્ય મથકભુજ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. જી. ભાલારા
(આઈ.એ.એસ)
પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતશ્રી ત્રીકમભાઈ બિજલભાઈ છાંગા
વસ્તી
• ગીચતા
૧૫,૨૬,૫૦૦ (૨૦૦૧)
• ૩૩ /km2 (૮૫ /sq mi)
જાતિ પ્રમાણ૧.૦૫ /
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રઆઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર૪૫,૬૫૨ ચોરસ કિલોમીટર (૧૭,૬૨૬ ચો માઈલ)
જાળસ્થળkutchdp.gujarat.gov.in